સાપકડા બાદ કોંઢ કલ્યાણપુર ગામે ખેડૂતોના ખેતરે પહોચ્યા, પાવરગ્રેડ કંપનીના માણસો

ખેડૂતોને ડરાવા ૩૦૦ પોલીસ જવાનોનો કાફલો લઈ ખેતરે પોહચ્યા

 

ત્રણેક દિવસ પહેલા હળવદના સાપકડા ગામે ખેડૂતો સામે મનમાની કરતી કંપની પાવરગ્રેડ જે આજે બપોરના સમયે કોંઢ કલ્યાણપુર ગામે પહોચી છે સર્વે માટે આવેલા કંપનીના માણસો પોલીસ બંધોબસ્તમા ખેડૂતોને ડરાવવા ૩૦૦ જેટલા પોલીસ જવાનોનો કાફલો લાવ્યા ખેડૂતોનું કહેવું છે કે અમારા કલ્યાણપુરની સીમ વિસ્તારને તત્કાલીન કલેક્ટરે બિનપિયતમાં મેકી દીધી જેની અમને જાણ પણ નથી અને હાલ અમારી મરજી વિરૂધ્ધ પાવરગ્રેડ કંપની ખેડૂતોને ડરાવી ધમકાવી બળજબરીથી આમારા ખેતરમા ઘૂસી જાય છે

 

અમારી માંગ મુજબની વાતમા કોઈ બાંહેધરી કે કોઈ ચોખવટ થતી નથી અને આમારા જ ખેતરમા અમને સંભાળવામા નથી આવતા પોલીસને આમારા સામે મેકી ડરાવવાના પ્રયત્નો થાય છે પેટ્રોલ ડીઝલ બચાવવાની વાત કરતી સરકાર કલ્યાણપર આવીને જુવે કે માત્ર સર્વે કરવા આવતી કંપની સરકારની ઢગલાબંધ ગાડીઓ લઈને આવી છે ૩૦૦ થી વધુતો પોલીસ જવાનનો કાફલો છે હાલતો ખેડૂતો પોતાની માંગ સાથે ખેતરોમાં એકઠા થયા છે કંપનીના માણસો ખેડૂતોને લોલીપોપ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.