વાંકાનેરના તીથવા ગામે પગથીયા ઉપરથી પડી જતા પ્રૌઢનું મોત 

 

વાંકાનેર તાલુકાના તીથવા ગામે પગથીયા ઉપરથી પડી જતા પ્રૌઢનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

વાંકાનેરના તીથવા ગામે રહેતા શેરસીયા હુશેન જીવાભાઇ તારીખ ૧૦ના રોજ તેમના ઘરે પગથીયા ઉપરથી પડી ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.  આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave A Reply

Your email address will not be published.