મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

 

મોરબી તાલુકાની રફાળેશ્વર ચોકડી પાસે સ્વીફટ કારમાં ૫૦૦ લિટર દેશી દારૂ સાથે એક શખ્સની મોરબી તાલુકા પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસના પી આઈ કે એ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ જયદીપભાઈ પટેલ તથા પંકજભા ગઢડાએ ચોક્કસ બાતમીને આધારે મોરબી તાલુકામાં રફાળેશ્વર ચોકડી પાસેથી દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી કમલેશ ધીરૂભાઈ ઉઘરેજીયા રૂપિયા
૨૦૦,૦૦૦ની કિમતની મારૂતિ સ્વીફટ કાર GJ-04-CA-6504માં રૂપિયા ૧૦,૦૦૦ના ૫૦૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને કાર સહીત રૂપિયા ૨,૧૦,૦૦૦નો મુદામાલ જપ્ત કરી આરોપી કમલેશ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસના પી આઈ કે.એ વાળા, જયદેવસિંહ ઝાલા, જયસુખભાઇ પટેલ, દિનેશભાઇ બાવળીયા, ફતેસંગ પરમાર, અરવિંદભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા અને દેવશીભાઇ મોરી સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

Leave A Reply

Your email address will not be published.