

વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાં આધેડે પેટ્રોલ છાંટી અગનપછેડી ઓઢતા તેનું મોત નીપજયું હતું. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
વાંકાનેરના ભલગામ ગામની સીમ રાજકોટ અમદાવાદ રોડ પર રહેતા ૪૫ વર્ષીય રાજેશભાઇ પરશોતમભાઇ રામાણી તારીખ ૦૬નાં રોજ પોતાના ઘરે ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું મોત નીપજયું હતું. જે બાદ પોલીસ તપાસમાં મૃતકનાં સગા મોટા બાપુના દીકરાએ જણાવ્યુ હતું કે, મૃતક રાજેશભાઇએ પોતાની જાતે પેટ્રોલ છાંટી આગ ચાંપી શરીરે દાઝી જતા તેનું મૃત્યુ થયું તેમજ રાજેશભાઇનાં થેલામાંથી પેટ્રોલ ભરેલ નાની બોટલ તેમણે નિહાળી હતી. તેમજ સગા-સબંધીને આ બનાવ બાબતે કોઇ શક વહેમ ન હોય જેથી ફલિત થયું હતું કે રાજેશભાઇએ અગનપછેડી ઓઢીને આપઘાત કર્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

