મોરબીમાં રથયાત્રા પૂર્વે પોલીસનું કોમ્બિંગ, ૧૪ રીઢા ગુનેગારોના ઘરે ચેકિંગ કામગીરી

            મોરબીમાં અષાઢી બીજના પાવન પર્વે દર વર્ષે પરંપરાગત રથયાત્રા યોજાય છે જે પૂર્વે આજે મોરબી જીલ્લા પોલીસે કાલિકા પ્લોટ વિસ્તારમાં ગુજ્સીટોક, આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ૧૪ રીઢા ગુનેગારોના ઘરોની તપાસ કરી હતી ૧ ડીવાયએસપી, ૧૦ પીઆઈ, ૨૫ પીએસઆઈ અને ૨૦૦ થી વધુ પોલીસના કાફલાએ આરોપીઓના ઘરોમાં સર્ચ કર્યું હતું

            મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનેક ઈસમો ગુજસીટોક અને આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં પકડાયેલા રીઢા ગુનેગારોના ઘરોમાં આજે પોલીસે ચેકિંગ કર્યું હતું રેંજ આઈજી અને એસપીની સુચનાથી મોરબી શહેર અને જીલ્લાના વિવિધ વિસ્તારમાં ચેકિંગ કામગીરી ચાલી રહી છે જેમાં આજે કાલિકા પ્લોટ વિસ્તારમાં ગુજસીટોક સહિતના ગુનામાં સંડોવાયેલા ૧૪ ઇસમોના ઘરે તપાસ કરવામાં આવી હતી જે મેગા કોમ્બિંગ કામગીરીમાં સીટી એ ડીવીઝન, બી ડીવીઝન, તાલુકા પોલીસ, માળિયા અને ટંકારા પોલીસ તેમજ એલસીબી, એસઓજી ટીમો પણ જોડાઈ હતી

            જીલ્લા પોલીસના એક ડીવાયએસપી, ૧૦ પીઆઈ, ૨૫ પીએસઆઈ અને ૨૦૦ થી વધુ પોલીસ કાફલો મેગા કોમ્બિંગમાં જોડાયો હતો એકથી દોઢ કલાક સુધી સઘન ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી રથયાત્રા પૂર્વે પોલીસ ટીમો સઘન ચેકિંગ અને મેગા કોમ્બિંગ કામગીરી કરી રહી છે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અગાઉ પોલીસે સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો 

Leave A Reply

Your email address will not be published.