મોરબીમાં ખૂનની કોશિશના ગુનામાં બિહારી ગેન્ગના ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા

 

સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં દીકરી સાથે પ્રેમસંબંધ અને ઘર પાસે આવજા કરવા બાબતે બઘડાટી બોલી ગઈ હતી જેમાં યુવાનને માર મારી ગાળો આપી છુટા પથ્થર ઘા મારી રિવોલ્વર જેવું હથિયાર તાકી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરવામાં આવ્યું હતું પોલીસે જે બનાવ મામલે ગુનો નોંધી બિહારી ગેન્ગના ચાર ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

 

તા. ૩૦ જુનના રોજ ત્રાજપર વિસ્તારમાં મારામારી અને ફાયરીંગની ઘટના બની હતી જે બનાવ મામલે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી મારમારી અને ફાયરીંગના ગુનામાં સંડોવાયેલ બિહારી ગેન્ગના ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા છે આરોપી નિરંજન તિલકપ્રસાદ બિંદ, હિમાંશુ નિરંજન બિંદ, ચંદન મહેશભાઈ જમાદાર અને મોહન અનુજ્ભાઈ બિંદ રહે બધા હાલ મોરબી મૂળ બિહાર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.