થોરાળા ગામે ગોડાઉનમાંથી ગેસના બાટલા ચોરી કરનાર ઝડપાયો, તમામ મુદામાલ રીકવર

ચોરી થયેલા ૩૦ ગેસ સીલીન્ડર અને છકડો રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત

 

 

થોરાળા ગામે આવેલ ગેસના ગોડાઉનમાંથી ૩૦ ગેસના બાટલાની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી એક ઈસમને ઝડપી લઈને ૩૦ ગેસના બાટલા અને ચોરીમાં વપરાયેલ છકડો રીક્ષા સહીત કુલ રૂ ૧.૪૯ લાખનો મુદામાલ કબજે લીધો છે

 

મોરબીના શનાળા રોડ રામનગર સોસાયટીમાં રહેતા મૂળ થોરાળાના વતની રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૭ જુનના રાત્રીથી તા. ૨૮ જુન દરમિયાન થોરાળા ગામની સીમમાં આવેલ ફ્રીડમ ઇન્ડેન ગેસ એજન્સી ગોડાઉનમાં અજાણ્યા ચોર ઇસમોએ ગોડાઉન દરવાજાના તાળું તોડવા પ્રયાસ કર્યો હતો જોકે તાળું નહિ તૂટતા દરવાજાને હુકમથી ખોલી ખસેડી ગોડાઉનમાં અપપ્રવેશ કર્યો હતો ગોડાઉનમાં સ્ટોકમાં રહેલ ઇન્ડેન ગેસના ભરેલા બાટલા નંગ ૩૦ એક બાટલાની કીમત રૂ ૩૩૦૦ લેખે કુલ રૂ ૯૯,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા

 

મોરબી તાલુકા પોલીસે ચોરી મામલે તપાસ ચલાવતા ટેકનીકલ વર્ક અને હુમન સોર્સીસમાંથી બાતમી મેળવી ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર ઈસમને ભડિયાદ ગામની સીમમાં મીલેનીયમ ટાઈલ્સ કારખાના પાછળના ભાગમાં ચોરીના મુદામાલ સાથે હોવાની બાતમી મળતા ટીમે આરોપી ચિરાગ પ્રતાપસિંહ પરમાર (ઉ.વ.૨૪) રહે જેલ રોડ લીલાપર રોડ મોરબી વાળાને ઝડપી લીધો હતો અને ચોરી થયેલ ૩૦ ગેસના બાટલા કીમત રૂ ૯૯ હજાર અને છકડો રીક્ષા જીજે ૧૧ એક્સ ૪૨૩૪ કીમત રૂ ૫૦ હજાર સહીત કુલ રૂ ૧,૪૯,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

 

 

Leave A Reply

Your email address will not be published.