પીજીવીસીએલની મેગા ડીસકનેક્શન ડ્રાઈવ યોજાશે, બાકી વીજ બીલ તાત્કાલિક ભરી દેવું

 

પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલ નહિ ભરનારા ગ્રાહકો સામે સમયાન્તરે ડ્રાઈવ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં આગામી ૨૫ તારીખે બાકી વીજ બીલ ધરાવતા જોડાણો કાપવા ડ્રાઈવ યોજાનાર છે

પીજીવીસીએલ દ્વારા તા. ૨૫ ફેબ્રુઆરીને બુધવારે મેગા ડીસકનેક્શન ડ્રાઈવ યોજાશે જેમાં બાકી વીજ બીલ ધરાવતા જોડાણો કાપવામાં આવશે તા. ૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે સ્થળ પર પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહિ પાવર કપાયા બાદ પુરેપુરા બીલ અને રી કનેક્શન ચાર્જ ભરવો પડશે

જેથી તમામ ગ્રાહકોને વીજ બીલ ભરવાના બાકી હોય તેઓ તાત્કાલિક ઓનલાઈન અથવા કચેરીએ બીલ ભરી દેવા તાકીદ કરવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.