પરમ પૂજ્ય રાજકુમારદાસજી મહારાજે મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના નિવાસસ્થાને પધરામણી કરી

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ધામના ટ્રસ્ટી તથા અધ્યક્ષ શ્રી રામ વલ્લભાકુંજ અયોધ્યા ધામ અને અધ્યક્ષ શ્રી ધાર્મિક સમિતિ, રામ જન્મભૂમિ ટ્રસ્ટ, અયોધ્યા, પરમ પૂજ્ય રાજકુમારદાસજી મહારાજે મોરબી ખાતે પધરામણી કરી હતી. આ પ્રસંગે તેઓ યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના નિવાસસ્થાને પધાર્યા હતા, જ્યાં જગદિશ પનારા દ્વારા તેમનુંસ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પાવન અવસરે જગદિશ પનારાએ પરમ પૂજ્ય રાજકુમારદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અને સદભાગ્યની લાગણી અનુભવી હતી. મહારાજશ્રીની પધરામણીથી પનારાના નિવાસસ્થાને ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોરબીની મુલાકાત બાદ પરમ પૂજ્ય રાજકુમારદાસજી મહારાજ લખધીરગઢ ખાતે આવેલા રામમંદિરે પધાર્યા હતા, જ્યાં તેમણે ભગવાન શ્રીરામનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.