સામાકાંઠે ઓવરબ્રિજની કામગીરી બની માથાનો દુખાવો, ખાડામાં વાહનો ઊંઘા પડે પરંતુ તંત્ર મોજમાં

જીલ્લા કલેકટરે થોડા દિવસો પૂર્વે જ સ્થળની મુલાકાત લીધી હતી પરંતુ ખરાબ રોડ ના દેખાયો ?

 

 

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી મહારાણા પ્રતાપ સર્કલ, ગોપાલ સોસાયટી સુધી ઓવરબ્રિજ કામગીરી ચાલી રહી છે જે કામગીરી લાંબા સમયથી ગોકળગાય ગતિએ ચાલી રહી છે સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ધીમી કામગીરીથી વાહનચાલકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા અને હવે સાઈડમાં કાઢેલા રોડમાં ખાડામાં પાણી ભરાઈ જતા વાહનો પલટી જવાના બનાવો બની રહ્યા છે

 

મોરબીના સામાકાંઠે ઓવરબ્રિજ કામગીરી ચાલી રહી છે અને વાહનો માટે સાઈડમાંથી સર્વિસ રોડ કાઢવામાં આવ્યા છે જે રોડ બિસ્માર હાલતમાં છે અને મોટા ખાડા હોય જેમાં વરસાદના પાણી ભરાઈ જાય છે અને આજે એક રીક્ષા પલટી મારી ગઈ હતી અગાઉ પણ અનેક વાહનો પલટી મારી ગયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે થોડા દિવસો પૂર્વે જ જીલ્લા કલેકટરે ઓવરબ્રિજ કામગીરીની સમીક્ષા માટે સ્થળ મુલાકાત કરી હતી પરંતુ કલેકટર સાહેબને ખરાબ સર્વિસ રોડ નહિ દેખાયો હોય તેવું લાગી રહ્યું છે

Leave A Reply

Your email address will not be published.