મોરબીના પૌરાણિક કુબેરનાથ મંદિરના ટ્રસ્ટીઓની મનમાની સામે રોષ
શ્રદ્ધાળુને મૂર્તિ મુકવા દેવામાં ઠાગાઠૈયાથી ભક્તોમાં નારાજગી




મોરબી શહેરના પૌરાણિક શ્રી કુબેરનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ પોતાની મનમાની ચલાવતા હોય અને શ્રદ્ધાળુઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા, રાણેવાડિયા દેવેશ મેરૂભાઈ અને કુબેરનાથ મંદિરના દર્શનાથીઓએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે કુબેરનાથ મંદિર ટ્રસ્ટ મંડળના અશોકભાઈ જોષી, પ્રફુલભાઈ સોની અને અશ્વિનભાઈ કોટકની દાદાગીરીથી ભક્તોમાં રોષ પ્રવર્તી રહ્યો છે અશોકભાઈ જોષીનું વર્તન મનસ્વી છે જયંતભાઈ વડગામને શ્રી શનિ દેવની મૂર્તિની કુબેરનાથ દાદા મંદિરમાં મુકવાની હા પાડી હતી જયંતીભાઈએ પહેલા જગ્યા માટેનો ડાયાગ્રામ આપી રજૂઆત કરી હતી અને ટ્રસ્ટીએ મંજુરી આપી હતી બાદમાં પ્રફુલભાઈ અને અશોકભાઈ બંને ટ્રસ્ટીઓએ જગ્યા બદલાવી નાની જગ્યા આપી જ્યાં સ્થાપના કરવાનું શક્ય નથી
તેમજ મંદિરમાં જમણવાર માટે મનસ્વી રીતે હોલ ભાડે આપવામાં આવે છે જ્યાં કેપેસીટી કરતા વધુ લોકો આવતા હોવાથી અવ્યવસ્થા અને ગંદકી થાય છે તેમજ મંદિરમાં લગ્ન હોલ ભાડે આપવા હોલ બનાવવાનું વિચારી રહ્યા છે મંદિરમાં મૂર્તિઓ માટે જગ્યા નથી અને લગ્ન હોલ માટે ટ્રસ્ટીઓ પાસે જગ્યા છે જેથી ચેરીટી ટ્રસ્ટના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને મંદિરના બે ત્રણ ટ્રસ્ટીઓ પોતાની માલિકી હોય તેવી રીતે વર્તન કરી રહ્યા છે અને દર્શનાથીઓમાં રોષ જોવા મળી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે