હળવદમાં રહેણાંકમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: બે આરોપી ઝબ્બે એકની શોધખોળ

 

           હળવદનાં ભવાનીનગર ઢોરા પાસે બાતમીના આધારે તપાસ કરી પોલીસે રહેણાંકમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે એક મહિલા સાથે બે આરોપીઓને પકડી લીધા હતા, તથા અન્ય એક આરોપી હાજર મળી ન આવતા તેને શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

           પ્રાપ્ત વિગતો અનુસાર ભવાનીનગરનાં ઢોરા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં તેમને રામાપીર મંદિરથી થોડે આગળ આરોપી માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઇ રાતોજાનાં ઘરમાં ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે ગરમ આથો લીટર ૩૦૦ કિ.રૂ.૭૫૦૦, ઠંડો આથો લીટર ૧૮૦૦ કિ.રૂ. ૪૫૦૦૦, દેશી દારૂ લીટર-૩૫૦ કિ.રૂ. ૭૦૦૦૦, કિંગફિસર કંપનીના ૫૦૦ કંપની શીલ પેક બીયર ટીન નંગ ૨૫ કિ.રૂ ૫૫૦૦ અને દેશી દારૂ બનાવવામાં વપરાયેલ અન્ય સાધનો સહીત કુલ ૧,૩૩,૭૦૦ નાં મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઉર્મિલા માનસિંગ રાતોજા ઉ.વ ૨૮ અને સુનિલ દિલીપભાઇ રીબડીયા ઉ.વ ૨૬ને ઝડપી પાડ્યા છે.  જયારે અન્ય એક આરોપી માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઇ રાતોજા સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.