

મોરબી હળવદ હાઈવે પર હોટેલ પાસે આઈપીએલ ટી ૨૦ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૧૫,૨૧૦ નો મુદામાલ કબ્જે લીધો છે આઈડી હેન્ડલરનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબી હળવદ હાઈવે પર રાજધણી હોટેલ પાસે રોડ પર રેડ કરી હતી આરોપી અશોક હીરાભાઈ જોશી રહે સરતાનપર રોડ મોરબી કારખાનાની ઓરડી વાળાને મોબાઈલ ફોનમાં આઈડી હેન્ડલર સાથે ઓનલાઈન આઈપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી રોકડ રૂ ૧૦,૨૧૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧૫,૨૧૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આઈડી હેન્ડલરના મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે