વાંકાનેરના કોઠારિયા ગામે વાડીમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું

 

કોઠારિયા ગામની સીમમાં આવેલ વાડીમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ અને બીયર ટીન નંગ ૪૦ સહીત કુલ ૪૨ હજારથી વધુનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે જયારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કોઠારિયા ગામની ખારા સીમમાં નાથાભાઈ ખોડાભાઈ કોબીયાની વાડીમાં દારૂ બીયરનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૪૮ કીમત રૂ ૩૭,૬૬૨ અને બીયર ટીન નંગ ૪૦ કીમત રૂ ૪૬૦૦ સહીત કુલ રૂ ૪૨,૨૬૨ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિજય ચકુભાઈ કોબીયા રહે કોઠારિયા વાળાને ઝડપી લીધો હતો અન્ય આરોપી કાનભા ઉર્ફે મુલરાજસિંહ મહાવીરસિંહ ઉર્ફે મધુભા ઝાલા રહે કોઠારિયા વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.