મોરબીમાં નવી મેડીકલ કોલેજ એક વર્ષમાં તૈયાર થઇ જશે : નીતિન પટેલ

સરકારે ઘણા સમયથી નવી મેડીકલ કોલેજ મોરબી જીલ્લામાં મંજુર કરેલ છે અને તેના માટેની ૮ -હેક્ટર જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે.ત્યારે મોરબીની અંદર એક વર્ષમાં નવી મેડીકલ કોલેજ તૈયાર થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

મોરબી ખાતે નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવે તેના માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોરબીને નવી મેડિકલ કોલેજની ભેટ આપી હતી.તેમજ કોલેજ કાર્યરત કરવામાં માટે રાજકીય અને સામાજિક અગ્રણીઓએ રજુઆત કરવામાં આવ્યા બાદ મોરબીના રાજકોટ રોડ ઉપર શકત શનાળા ગામ નજીક નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે રાજ્યના મહેસૂલ વિભાગ તરફથી જમીન ફળવણી કરવામાં આવી હતી.ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એક વર્ષમાં મોરબીની અંદર ૧૦૦ બેડની નવી મેડિકલ કોલેજ બની જશે અને તેના માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ વર્ષથી જ શરૂ કરવામાં આવશે જેથી મોરબી જિલ્લાના લોકોની આરોગ્ય લક્ષી સેવાઓમાં અનેક ગણો વધારો થશે

Leave A Reply

Your email address will not be published.