વાંકાનેર હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ટ્રેઇલરે ત્રિપલસવારી એકટીવાને ઠોકરે ચડાવ્યું

એકટીવા સવાર ચાલક સહિતના ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત

વાંકાનેર હાઈવે પરથી પસાર થતા એકટીવાને રોંગ સાઈડમાં આવતા ટ્રેઇલર ચાલકે ઠોકર મારતા એકટીવા સવાર ત્રણેય યુવાનોને ઈજા પહોંચી છે

વાંકાનેરની અમરનાથ સોસાયટીના રહેવાસી કમલકિશોર સોહનલાલ પટેલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો અભય પોતાના એકટીવા મોટરસાયકલ નં જીજે ૩૬ જે ૦૫૮૪ લઈને તેના મિત્ર સત્યમ અને પ્રમોદકુમારને બેસાડી વાંકાનેર તરફ આવતા હતા ત્યારે રોંગ સાઈડમાં આવતા ટ્રેઇલર નં આરજે ૦૬ સીજી ૧૦૩૩ ના ચાલકે એકટીવાને ઠોકરે ચડાવતા સ્કૂટર સવાર અભય તેમજ સત્યમ અને પ્રમોદકુમારને ઈજા પહોંચાડી છે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat