


નાનીવાવડી ગામ સેવાકાર્યમાં હંમેશા આગળ રહ્યું છે.મોરબીના નાનીવાવડી ગામે તા.૨૭ના રોજ નાનીવાવડી માનવસેવા ગ્રુપ તથા કિશાન વિકાસ સેવા ટ્રસ્ટના સહયોગથી નાનીવાવડી રામદેવપીર મંદિરે નેત્રનિદાન કેમ્પ તેમજ માથાના દુખાવાની તપાસનું વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નેત્રનિદાન કેમ્પ અને માથાના દુખાવાની તપાસ કરવામાં આવશે.આયોજકો દ્વારા જાહેર જનતાને આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા માટે અનુરોઘ કરવામાં આવ્યો છે.

