


મોરબી જીલ્લા કલેકટરના આઈ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને જીલ્લા સંકલન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.બી.ખાટાણા,મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા,મોરબી જીલ્લા મલેરિયા અધિકારી ડો.વારેવડીયા તેમજ જીલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મીટીંગમાં “મેલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨” અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.મોરબી જિલ્લાને મલેરિયા મુક્ત કરવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સર્વે કામગીરી ૩૧-૫ સુધી ચાલુ રહેશે.જેમાં ઘરે-ઘરે જઈને લોકોને મલેરિયા વિશે જાગૃતિ અને તપાસ કરવી,ખુલા પાણીના ટાકામાં પોરા નાશક દવા નાખવી,લોહોના નમુના લેવા તથા વરસાદના સમયે પાણીનો ન ભરાવો થાય તેનું ધ્યાન રાખવું.આ સર્વે કામગીરીમાં શંકાસ્પદ મલેરિયાના ૧૬૨૧ અને અન્ય ૩૧૩ તાવના કેસ નીધાયા હતા તેમજ પરિક્ષણ માટે ૧૯૩૪ લોહીના નમુના લેવામાં આવ્યા હતા.

