

મોરબીની આયુષ હોસ્પીટલની લેબોરેટરી પાસે પાર્કિંગમાંથી મોટર સાઈકલની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેસન નજીક જીવરાજસોસાયટીમાં રહેતા મયુરભાઈ શામજીભાઈ રાઠોડ એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રોજ મયુરભાઈ તેનું મોટર સાઈકલ જીજે ૩૬ એમ ૬૮૧૯ કીમત રૂ.૩૦,૦૦૦ વાળું લઈને મોરબીની આયુષ હોસ્પિટલ પાસે ગયા હોય અને તેના પાર્કિંગમાં મોટર સાઈકલ પાર્ક કરેલ હોય જેની કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે