

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બાલા નામની બેકરીના કિચનમાં ગેસનો ચુલ્લોની વાલ્વ ખીલ્લો રહી જતા યુવાને લાઈટર ચાલુ કરવા જતા અચાનક આગ લાગતા આખા શરીરે દાઝી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદવાદ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બાલા નામની બેકરીમાં રહેતા પલ્લુંરામ તોતારામ નિષાદ (ઉ.૧૯) ગત તા.૧૯-૧૨ વહેલી સવારના પાંચ વાગ્યાના અરસામાં કામ પૂરું કરીને કિચનમાં ચા બનાવવા માટે ગયેલ હોય કિચનમાં ગેસનો ચુલ્લાનો વાલ્વ ખુલ્લો રહી ગયેલ હોય કે લીકેઝ હોય તેના કારણે ચુલ્લો ચાલુ કરવા માટે લાઈટરથી ચાલુ કરવા જતા અચાનક આગ લાગતા આખા શરીરે દાઝી જતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે