

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે સૌ કોઈ ગરમીથી પરેશાન છે આવી કાળઝાળ ગરમીમાં પણ જરૂરિયાતને પગલે નાના વેપારીઓ લારી રાખી તેમજ રોડ સાઈડમાં ચીજવસ્તુનું વેચાણ કરતા હોય છે આવા નાના વેપારીઓને ગરમીથી રક્ષણ માટે વોર્ડ ૦૯ ના મહિલા કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયાએ છત્રી વિતરણ કર્યું હતું
મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 9 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા આજરોજ ઘોમઘખતા તાપમાં રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ આખો દિવસ તડકામાં ઊભા રહેતા ભાઈને છાંયડો મળ્યો. ફળ શાકભાજી વેચતા લારીવાળાને – ધંધાના સ્થળે છત્રી આપી ભગવતીબેને જણાવ્યું કે, “43 ડિગ્રી ગરમીમાં આપણા નાના વેપારી ભાઈ-બહેનો તડકામાં ધંધો કરે છે. તેમની મહેનતને સલામ. આ નાની છત્રી તેમને ગરમીથી રક્ષણ આપશે અને અમને સેવાનો મોકો મળ્યો.”







