કરિયાણાની દુકાનમાં બે શખ્શોએ શા માટે કરી તોડફોડ ?

મોરબીના નાની વાવડી ગામના રહેવાસી જયંતીભાઈ લાલજીભાઈ પડસુંબીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રવિપ્રકાશ રાજેશ્વરસિંગ અને દીપક એમપી બાજુનો રહે. બંને સીરઝા સિરામિક બેલા રોડ વાળાએ જેતપર રોડ પર આવેલી પૂજા મિનરલ્સમાં આવેલી કરિયાણાની દુકાનમાં લીધેલી વસ્તુના પૈસા માંગતા આરોપીઓએ પૈસા આપવા આનાકાની કરીને ધક્કામુકી કરી હતી જેથી દુકાનમાં પડેલી કાચની બરણી તૂટી જતા દુકાનદારને કાચ વાગ્યા હતા તે ઉપરાંત લાકડા વડે તેને દુકાનદારને માર મારી ઈજાઓ પહોંચાડી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે બે શખ્શો સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat