

હળવદ તાલુકાના જુનાદેવળીયા ગામે આગામી સમયમાં ખેડૂતોની એકતા અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સત્યાગ્રહ છાવણી સમિતિ દ્વારા આયોજિત આ ‘ખેડૂત જાગૃતિ & એકતા મીટિંગ’માં ખેડૂત એકતાને વધુ મજબૂત બનાવવા માટે તમામ ખેડૂતોને હાજર રહેવા હાકલ કરવામાં આવી છે.
આ મીટિંગ તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા જુનાદેવળીયા ગામના કેશવેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાશે. સમિતિ દ્વારા ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂત એકતાને બળ આપવા આહ્વાન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત, બહાર ગામથી પધારતા ખેડૂતો માટે પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી હોવાથી, સુવિધા અર્થે ખેડૂતોની સંખ્યા અને ગામનું નામ આયોજક વિનુભાઈના મોબાઈલ નંબર ૯૪૨૬૦૪૪૯૯૦ પર મોકલી આપવા અપીલ કરવામાં આવી છે.