

મોરબીમાં વિવિધ સંસ્થાઓ માનવ અને અબોલ જીવોની સેવા માટે જાણીતી છે સંસ્થાઓ નિસ્વાર્થ સેવા કરી માનવતા મહેકાવી રહી છે આવી જ એક સંસ્થા ગૌસેવા એજ માનવ ધર્મ ટ્રસ્ટ મોરબી છે જે વર્ષ ૨૦૨૩ થી મૃત્યુ પામેલી ગૌમાતાની વિધિવત સમાધિ આપી રહ્યા છે
ગૌસેવા એજ માનવ ધર્મ ટ્રસ્ટ મોરબી સંસ્થા વર્ષ ૨૦૨૩ થી કાર્યરત છે અને ચાર વર્ષના સમયગાળા દરમિયાન સંસ્થાના સેવાભાવીઓ દ્વાર ૧૨૧૮ ગૌમાતાને સમાધિ આપવામાં આવી છે સંસ્થામાં ૧૫ જેટલા યુવાનો કાર્યરત છે અને તેઓ મૃત્યુ પામેલી ગૌમાતાને સમાધિ આપવા ખાડો કરી ક્રેનથી વિધિવત ગૌમાતાને સમાધિ આપે છે ગૌવંશનું મૃત્યુ થયા બાદ તેને સમાધિ આપવાની હોય છે અને સંસ્થા અવિરત સેવાકાર્ય કરી રહ્યા છે મૃત્યુ પામેલા ગૌવંશના મૃતદેહ જ્યાં ત્યાં ના રખડે તે માટે ગૌમાતાને સમાધિ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે
તે ઉપરાંત મોરબીમાં ક્યાય પણ ગૌમાતા મૃત્યુ પામ્યા હોય તો સંસ્થાનો સંપર્ક કરવા જણાવ્યું છે સંસ્થાના સેવાભાવીઓ ગૌમાતાના મૃતદેહને લઇ જઈને વિધિવત સમાધિ આપશે તેમજ કોઈ ગૌવંશનું અકસ્માત થયું હોય કે બીમાર હાલતમાં હોય તો તેને પણ યોગ્ય સારવાર આપવા માટે સંસ્થાના લાલભા જાડેજા મોબાઈલ નંબર ૯૭૨૭૩ ૦૦૯૯૯ અને નકુમ જયેશભાઈ મોબાઈલ નંબર ૮૧૬૦૦ ૯૬૬૯૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે