મોરબીમાં રસ્તે રખડતા શ્વાનને નિર્દયતાથી પથ્થર મારી આંખ ફોડી નાખી, નિંદનીય ઘટના સીસીટીવીમાં કેદ

 

મોરબીમાં રસ્તે રખડતા શ્વાનને એક ઇસમ દ્વારા નિર્દયતાથી પથ્થર મારી આંખ ફોડી નાખવામાં આવી હતી મોરબીમાં એક તરફ અનેક વિસ્તારોમાં શ્વાનનો આતંક જોવા મળે છે તો બીજી તરફ નિર્દયી યુવાન દ્વારા પથ્થર મારી શ્વાનની આંખ ફોડી નાખવામાં આવી હતી

 

મોરબીના દરબાર ગઢ નજીક આવેલ ખોખાણી શેરીના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં શેરીમાં એક યુવાન શ્વાનને દોડતું આવતું જોઇને પથ્થર ઉઠાવે છે અને પૂરી તાકાતથી પથ્થરનો ઘા ઝીંકે છે જેથી શ્વાનની એક આંખ ફૂટી જાય છે શ્વાનની આંખ ફોડી નાખ્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે અને આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.