મોરબી : ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

 

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાની વ્હારે ૧૮૧ અભયમ ટીમ આવી હતી ૧૮૧ ટીમે વૃધ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું

 

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન આવેલ કે એક અજાણી વયોવૃદ્ધ માજી ગભરાયેલી હાલતમાં છે ચિંતામાં છે તેમની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે જેથી 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ નિતેશભાઇ તાત્કાલિક ઘટના સ્થળે વયોવૃદ્ધ માજીની મદદ માટે પહોંચેલ  વૃદ્ધ માજી ને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતા સૌપ્રથમ માજી ને સાંત્વના આપી 181  ટીમ દ્વારા માજી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો

 

ત્યારબાદ વયોવૃદ્ધ માજીનું સંવેદનશીલતા પૂર્વક કાઉન્સિલિંગ દરમિયાન માજી પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવેલ કે તેમના પતિ કાયમ નાની-નાની વાતે ઝઘડો કરતા હોય જેથી માજી ને લાગી આવતા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય અભયમ ટીમે માજીએ જણાવેલા સરનામે પહોંચી વયોવૃદ્ધ માજી ને સહી સલામત સોંપ્યા હતા તેમના પરિવારનુ યોગ્ય કાઉન્સિલિંગ કરી સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપવામાં આવેલ અને ભવિષ્યમાં ઝઘડા ન કરવા તેમજ માજી નું યોગ્ય ધ્યાન રાખવા અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ વયોવૃદ્ધ માજીના પરિવારે 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Leave A Reply

Your email address will not be published.