

મોરબી શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા સનાતન સમાજ ના ધો-૫ થી કોલેજ ના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા.31-5-2026 રવિવારે સવારે 9=00 વાગ્યાથી સ્ટોક હશે ત્યાં સુધી શ્રી જડેશ્વર મહાદેવ મંદિર -રેલવે સ્ટેશન રોડ ખાતે વિતરણ થશે.
શ્રી સનાતન યુવાગ્રુપ -મોરબી દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ સનાતની સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ નું આયોજન તા.31-05-2026 રવિવારે સવારે 9=00 વાગ્યા થી જડેશ્વર મહાદેવ મંદિર, રેલવેસ્ટેશન રોડ,મોરબી ખાતે કરવા માં આવેલ છે. ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ 2026ની માર્કશીટ ઓરીજીનલ લાવવાની રહેશે. વર્ષ 2026 ની જ માર્કશીટ માન્ય ગણાશે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી.


