મોરબીની સભારાવાડી પ્રા.શાળા અને બુટાવાડી પ્રા.શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

મોરબીની સભારાવાડી પ્રા.શાળા અને બુટાવાડી પ્રા.શાળાના સયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ તથા કન્યાકેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નરસંગભાઈ છેયાના વરદ હસ્તે ધોરણ-૧ માં કુલ ૧૭ બાળકોનું સન્માન કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો..તેમજ સી.આર.સી.કો.ઓડીનેટર સંદિપભાઈ આદ્રોજા દ્વારા બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને દાતાશ્રીઓ,વિશિષ્ટ વિધાથીઓનુ સન્માન કરવામાં આવ્યુ.બાલ મેંળો,જીવન કૌશલ્યની પ્રવતિઓ પણ  કરવામા આવી.આ કાયક્રમમાં મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યો હતો.આ કાયક્રમને સફળ બનાવવામાં આચાયૅ શ્રી લાલાજી મેરજા અને તમામ શિક્ષક સ્ટાફે ભારે જહમત ઉઠાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat