



હળવદમાં ભવાનીનગર ખાતે આજ રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રેશનકાર્ડ,ચુંટણીકાર્ડ તથા વિવિધ કામગીરી અંગેના પ્રશ્નો રજુ થયા હતા જેમાં મોટાભાગના પ્રશ્નોનો સ્થળ પર જ તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યા હતા.સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પોતાના પ્રશ્નો સાથે ઉમટી પડ્યા હતા.સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય કક્ષાના મંત્રી જયંતીભાઈ કવાડીયા,શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી,ચીફ ઓફિસર સાગર રાડિયા,મામલતદાર જી.બી.પટેલ,વી.એમ.સોનગ્રા તેમજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

