મોરબી : શ્રી ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

 

તા. 23/6/2026 ને મંગળવાર ના રોજ શ્રી ખાખરાળા તાલુકા શાળા માં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મેડમ જલ્પાબેન ત્રિવેદી (મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત મોરબી ) તેમજ સીટી મામલતદાર સાહેબ પ્રશાંતભાઈ ગઢવી સાહેબ,C.R.C.Co. મારવાણીયા દુષ્યંતભાઈ  તેમજ પી.ડી. કાંજીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

 

જેમના વરદ હસ્તે આંગણવાડી તેમજ બાલવાટિકા નાં નાના નાના ભૂલકાં ઓ ને શાળા પ્રવેશ અપાવ્યો હતો. તેમજ ખાખરાળા ગામની જ શાળામાં ભણેલા પી.ડી.કાંજીયા સાહેબ દ્વારા બાળકોને સ્કૂલ બેગ,સ્ટેશનરી કીટ, તેજસ્વી વિદ્યાર્થીઓ ને ઈનામ તેમજ કાર્યક્રમના અંતે દરેક બાળકોને ભરપેટ નાસ્તો આપી જે શાળામાં ભણ્યા તે જ શાળાનું ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો.

 

Leave A Reply

Your email address will not be published.