રામાનંદી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબી અને માળિયાના રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓ જેને ૮૦ % થી વધુ માર્ક્સ મેળવ્યા હોય અને ધોરણ ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓ જેને ૭૦ % થી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેમને પોતાની માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન, રામઘાટ ખાતે તા. ૫-૦૭ થી ૧૫-૦૭ સુધીમાં ઓફીસ સમય દરમિયાન જમા કરાવવાની રહેશે તે ઉપરાંત મોરબી માળિયા વિસ્તારના જ્ઞાતિજનોમાં વર્ષ ૨૦૧૬-૧૭ માં જેને કોઈપણ અન્ય પ્રવૃત્તિ કે વિભાગમાં સન્માન મળ્યું હોય કે એવોર્ડ મેળવ્યા હોય તેમને પ્રમાણિત નકલ સાથે પોતાનું નામ ઓફીસ ખાતે નોંધાવવા માટે સમાજની યાદીમાં જણાવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat