મોરબીની ખાનગી શાળાના શિક્ષકોની મનમાની, ફરજીયાત ટ્યુશનની દાદાગીરી ?

જાગૃત નાગરિકે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખ્યો

મોરબીના જાગૃત નાગરિક રાકેશભાઈ ઠક્કરે શિક્ષણમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને ફરજીયાત ટ્યુશન લાદવામાં આવી રહ્યા છે. આ અંગે શાળાના સંચાલકો જાણતા હોવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. ફરજીયાત ટ્યુશનઅ બોલાવી તગડી ફી વસુલ કરાય છે તો મોડા આવનાર વિદ્યાર્થીઓ, હોમવર્ક ના કરનાર પાસેથી નાણાકીય દંડ વસુલ કરવામાં આવે છે જે રીતે આર્થિક શોષણ થઈ રહ્યું છે. ખાનગી શાળામાં શિક્ષકો યોગ્ય લાયકાત ધરવતા નથી, વિદ્યાર્થીઓ પાસેથી દંડ વસુલવા તે પ્રથા શું યોગ્ય છે ? તેવા સવાલો ઉઠાવીને વધુમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા ખાનગી શાળાના ફી નિર્ધારણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે પ્રસંશનીય છે પરંતુ મોરબીની શાળાઓ દ્વારા ફી ઘટાડવામાં આવી નથી. તેમજ ખાનગી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફરજીયાત ટ્યુશન અને નાણાકીય દંડ વસુલ કરીને આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે જેથી યોગ્ય લાયકાત વિનાના શિક્ષકોથી ચાલતી તેમજ ફરજીયાત ટ્યુશનનું દુષણ, મોંઘી ફી વસુલતી શાળાઓ સામે યોગ્ય કાર્યવાહી કરી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેની માંગ કરવામાં આવી છે. મોરબીના એજ્યુકેશન ઇન્સ્પેકટર ચૌહાણ સાથે આ મામલે વાતચીત કરતા જણાવ્યું હતું કે આવી કોઈ અરજી કે ફરિયાદ સ્થાનિક કચેરીને મળી નથી.

Comments
Loading...
WhatsApp chat