મોરબી મહાનગરપાલિકામાં સફાઈ અંગે અરજી કર્યાનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

 

મહાનગરપાલિકામાં રોડ સાફ સફાઈ કરવા માટે અરજી કરી હતી જેનો ખાર રાખી ચાર ઇસમોએ ઘરે આવી યુવાન સહિતનાને માર મારી તેમજ યુવાન અને તેના પિતાને ગાળો આપી ખિસ્સામાંથી રૂપિયા બળજબરીથી કાઢી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

 

મોરબી માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા સતીષ ગૌતમભાઈ સારેસા (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ પ્રેમજી પરમાર, પ્રેમજીભાઈનો દીકરો, દિનેશભાઈ પરમાર અને દિનેશભાઈના મોટાભાઈનો દીકરો પકો રહે બધા માળિયા વનાળીયા સોસાયટી મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

 

જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મામા માળિયા વનાળીયા સોસાયટીમાં રોડ સાફ સફાઈ કરવા અંગેની મહાનગરપાલિકામાં અરજી કરી હતી જેનો ખાર રાખી આરોપીઓએ યુવાનના ઘરમાં અપપ્રવેશ કરી ભરતભાઈ ને લોખંડ પાઈપથી માથામાં એક ઘા મારી ઈજા કરી હતી તેમજ ફરિયાદી સતીશ અને તેના પિતાને ઢીકા પાટું માર મારી ગાળો આપી યુવાનના શર્ટના ખિસ્સામાં રહેલ રોકડ રૂ સતર હાજર બળજબરીથી કાઢી લઇ ગયા હતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.