

મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાલિકા દ્વારા જ ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરી સામુહિક વિસર્જન કરાશે. આથી નિયત કરેલા ચાર સ્થળે ગણેશજીની મૂર્તિઓ સોંપી દેવા લોકોને અપીલ કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા દ્વારા જ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર નિયત સ્થળો સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે અને ગણેશજીની મૂર્તિઓને એકત્ર કરીને આર.ટી.ઓ. કચેરી પાછળ આવેલ મચ્છુ નદી ખાતે નગરપાલિકાના સ્ટાફ તેમજ તરવૈયા અને જેસીબીની મદદથી વિસર્જન કરવામાં આવશે. આ માટે પાલિકા દ્વારા પોલીસ તંત્ર અને GEB સહિતના વિભાગો જોડે સંકલન સાધવામાં આવશે




