

મોરબી શહેરમાં ઠેર ઠેર પંડાલોમાં ગણપતિ મહારાજનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રતિદિન આરતી ઉપરાંત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે મોરબીના ઘંટિયાપા વિસ્તારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં અન્નકૂટ દર્શન યોજાયા હતા


મોરબીના ઘંટિયાપા મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગાઉ એક મિનીટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેરીના ભૂલકાઓથી લઈને યુવાનો સુધીનાઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો તો તાજેતરમાં અન્નકૂટ દર્શન યોજાયા હતા જે અન્નકૂટ દર્શનનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી તો હજુ પણ આગામી દિવસોમાં અનેક નવીનતમ કાર્યક્રમો યોજાશે અને ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે


