મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકર સંકલ્પ દિનની અનોખી ઉજવણી કરાઈ

જવાહર સોસાયટી યુવા સંગઠનના સભ્યો દ્વારા ૨૩ સપ્ટેમ્બરના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર સંકલ્પદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ ના રોજ બાબા સાહેબે કમાટીબાગમાં વડના વૃક્ષ નીચે બેસી સંકલ્પ કર્યો હતો કે હું મારા બહુજન લોકોને આ જાતીવાદી અમાનવીય વ્યવહારમાંથી મુક્તિ અપાવીશ. અને જો હું મારા સમાજને મુક્તિ અપાવવામાં નિષ્ફળ જઈશ તો હું મારા હાથે બંદુકની નોક વડે પોતાને ગોળી મારી દઈશ જે દિવસને બહુજન સમાજના લોકો સંકલ્પ દિન તરીકે યાદ કરે છે

ત્યારે જવાહર સોસાયટી યુવા સંગઠનના મિત્રો દ્વારા સંકલ્પ દિવસની ઉજવણી આંગણવાડીમાં નાના બાળકો ડીજીટલ માધ્યમથી અવનવું શિક્ષણ મેળવે તેવા હેતુથી સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી આપી ૩૫ વર્ષ પહેલા જે આંગણવાડી કાર્યકર હતા એવા રેખાબેનના હસ્તે ટીવીનું અનાવરણ કરાવ્યું અને રેખાબેનનું પુષ્પવર્ષા કરી સ્વાગત અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું

જે પ્રસંગે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ પરમાર, સીડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, સીમાબેન મુછ્ડીયા, મુકેશભાઈ ઉભડીયા, મંજુલાબેન ચૌહાણ, દિનેશભાઈ પરમાર, ગોપાલભાઈ સોલંકી, ધીરજભાઈ સોલંકીના સન્માન કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે બધા બાળકોને ખીર પૂરી ભોજન કરાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.