પ્રજા પાસે નિયમોની અમલવારી કરાવતી મોરબી મહાનગરપાલિકા પોતે નિયમોનું પાલન કરતી નથી : પરિમલ ઠક્કર

મહાનગરપાલિકામાં અધિકારીના હુકમનું નીચેના કર્મચારીઓ પાલન કરતા નથી ? ગંભીર આક્ષેપો

 

આરટીઆઈ એક્ટ હેઠળ માંગેલ  માહિતી ૩૦ દિવસમાં આપવાની  હોય જે આઠ આઠ મહિનાઓ થયા માહિતી ન આપી આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન કરે છે.

તારીખ 13/01/2026 ના રોજ મોરબી મહાનગરપાલિકા પાસે વિવિધ મુદ્દાઓને લગતી માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માગેલ હતી,પરંતુ તે માહિતી 30 દિવસ વીતી જવા છતાં મળેલ ન હોય,તારીખ 16/02/26 ના રોજ પ્રથમ અપીલ દાખલ કરેલ.જેનો તારીખ 22/03/2026 ના રોજ સંજય સોની દ્વારા માહિતી આપવા હુકમ કરાયેલ હતો,પરંતુ તેમની નીચેના  કર્મચારી દ્વારા તેમના હુકમનું પાલન કરવામાં ન આવતા પ્રથમ અપીલ અધિકારી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સોની દ્વારા તારીખ 21/05/2026 ના રોજ હુકમની અમલવારી માટે ફરીથી હુકમ કરેલ હતો, પરંતુ કમનસીબેના આ હુકમનું પાલન પણ તેમના તાબાના કર્મચારી દ્વારા કરવામાં ન આવતા ફરીથી તારીખ 25/07/2026 ના રોજ દ્વારા હુકમની અમલવારી માટે ફરીથી હુકમ કરવામાં આવતા તેમના આ હુકમને પણ વર્કશોપ શાખાના જાહેર માહિતી અધિકારી ઘોળીને  પી ગયા હોય,સાહેબે કરેલા હુકમો તેમની જ હેઠળના કર્મચારી હુકમનું પાલન ન કરતા હોય,સાહેબના હુકમો મજાક સમાન બનીને રહી ગયા છે.

આમ સક્ષમ અધિકારી દ્વારા એક, બે નહિ પરંતુ ત્રણ ત્રણ હુકમો કર્યા છતાં તેની કચેરીના કર્મચારીઓ અધિકારીના આદેશ માનતા ના હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે અને કર્મચારીઓ પોતે નિયમોથી ઉપર હોય તેવી રીતે વર્તી રહ્યા છે જેથી અરજદારે ફરીથી હુકમ પાલન કરાવી તાત્કાલિક માહિતી મળે તેવી વધુ એક રજૂઆત કરી છે

Leave A Reply

Your email address will not be published.