સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફરી મોરબીનો ડંકો :પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ

 

ટ્રસ્ટી દેવકરણભાઈ તથા જતીનભાઈના સ્વપ્નદ્રષ્ટા સંચાલન અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં મોરબીની પી.જી.પટેલ કોલેજ ઉચ્ચ પરિણામો દ્વારા વિધાર્થી ઘડતરમાં સતત પ્રયત્નશીલ છે ત્યારે પી.જી.પટેલ કોલેજની યશ-કલગી માં વધુ એક પીંછું ઉમેરાયું છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા જાહેર થયેલ B.COM SEM-4 ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની તેજસ્વી વિધાર્થીની કુંભારવાડીયા નંદની દેવાનંદભાઈએ પોતાની આયોજનબદ્ધ મહેનત અને નિષ્ણાંત વર્ષોના અનુભવી પ્રાધ્યાપકોના પદ્ધતિસરના માર્ગદર્શન દ્વારા સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને સાથે B.COM અભ્યાસક્રમના મુખ્ય વિષય COST ACCOUNTING  અને BUSINESS ACCOUNTING બંને વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ મેળવીને કોલેજનું ગૌરવ વધારેલ છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હેઠળ અંદાજે 285 જેટલી માન્યતા પ્રાપ્ત કોલેજો કાર્યરત છે અને તેમાં હજારોની સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવો એ સિદ્ધિ ખરેખર અજોડ, અતુલ્ય અને પ્રેરણાદાયી કહી શકાય તેવી છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ, ટ્રસ્ટી જતીનભાઈ, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ અને સમગ્ર સ્ટાફ દ્વારા વિધાર્થીનીને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.