મોરબી જિલ્લામાં નવી સરકારી અનાજની દુકાનો (પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર) ખોલવા માટે અરજીઓ મંગાવાઈ: માળીયા, હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં થશે ફાળવણી
માળીયા (મી.) ના વવાણીયા મોરબી ગ્રામ્યના ધુનડા સજનપર ગામ અને હળવદ શહેર વિસ્તાર માટે જાહેર કરાઈ જાહેરાત; નિયત તારીખ સુધીમાં અરજી કરવા અનુરોધ




નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના ઠરાવ અન્વયે મોરબી જિલ્લામાં નવી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય/શહેરી વિસ્તારોમાં નિયત અગ્રતાક્રમ તથા શરતો મુજબ નવી વાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
જે અન્વયે માળીયા તાલુકાના વવાણીયા ગામ (બિન અનામત સામાન્ય વર્ગ માટે) મોરબી તાલુકાના ધુનડા સજનપર ગામ (બિન અનામત સામાન્ય વર્ગ માટે) તથા હળવદ શહેરી વિસ્તાર-૫ બિન અનામત સામાન્ય વર્ગ માટે) રસ ધરાવતા અરજદારો નિયત નમૂનામાં કોરા અરજી પત્રકો જે તે તાલુકા મામલતદાર કચેરીમાંથી રૂબરૂ વિનામૂલ્યે કામકાજના કલાકો દરમિયાન મેળવી શકશે અથવા સરકારશ્રીના https://ipds.gujarat.gov.in/ILMS પોર્ટલ પરથી ઓનલાઈન મેળવી શકશે.
આ અરજી પત્રકો માળીયા તાલુકાના વવાણીયા ગામ અને મોરબી તાલુકાના ધુનડા સજનપર ગામ માટે સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે સંબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ અથવા ઓનલાઈન માધ્યમથી તા. ૧૬/૧૧/૨૦૨૬ સુધીમાં તથા હળવદ શહેરી વિસ્તાર-૫ માટે તા.૧૮/૧૧/૨૦૨૬ સુધીમાં સબંધિત મામલતદાર કચેરીએ પહોંચાડવાના રહેશે. અરજી સાથે રૂ. ૧૦૦/- ની કિંમતનો નોન-જ્યુડીશિયલ એડેસીવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે. મુદત બહાર કે અધૂરી વિગતોવાળી અરજીઓ રદબાતલ ગણવામાં આવશે, તેમ મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
