



મોરબી નજીક આવેલા શાપર ગામ પાસે જુના કપડાનું વેચાણ કરતા પરિવારનો સાત વર્ષનો દીકરો શાહિલ વિજય દેવીપુજક નામનું બાળક ગુરુવારે બપોરના સમયે શાપર નજીકની કેનાલમાં પડી ગયો હતો. ગ્રામજનો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સાહિલ દેવીપુજક નામનું બાળક તેના મમ્મી શાકભાજી લેવા જતા હોય જેની પાછળ જતો હતો ત્યારે અકસ્માતે કેનાલમાં પડી ગયો હતો જેની ગ્રામજનોને જાણ થતા યુવરાજસિંહ જાડેજા સહિતના લોકો સ્થળ પર દોડી ગયા હતા અને તુરંત બાળકને બચાવવા ગ્રામજનોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું ગ્રામજનોની મથામણ બાદ ફાયરની ટીમની મદદ લેવાઈ હતી જેને રાત સુધી સર્ચ ઓપોરેશન ચલાવ્યા બાદ પણ બાળકનો પતો લાગ્યો ના હતો જેને પગલે રાત્રીના ત્રણ વાગ્યે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ બંધ કરવાના તંત્રએ આદેશ આપ્યા હતા અને આજે સવારથી મામલતદાર અને નર્મદા કેનાલના અધિકારો ત્યાં પોહ્ચ્યા હતા. તરવૈયાઓની ખાસ ટીમ દ્વારા આજ સવાર થી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે ગઈકાલે બપોરે ૧૨ વાગે ડૂબેલા બાળકોનો મૃતદેહ 28 કલાક બાદ મૃતદેહ મળ્યો હતો

