મોરબીમાં સૌપ્રથમ વખત હેર ટ્રાન્સપ્લાન્ટ વર્કશોપ

નિષ્ણાંતો દ્વારા ડોક્ટરને અપાયું પ્રેક્ટીકલ માર્ગદર્શન

મોરબી ખાતેની સ્પર્શ કલીનીકના ઉપક્રમે આજે મોરબીમાં સૌ પ્રથમ વખત હેર ટ્રાન્સપ્લાન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જે વર્કશોપમાં આધુનિક હેર ટ્રાન્સપ્લાન્ટ અંગે માર્ગદર્શન મેળવવા માટે મોરબી જીલ્લા ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદ અને જામનગર જેવા મહાનગરોના ડોકટરો પણ પધાર્યા હતા. વર્કશોપમાં નિષ્ણાંત ડોક્ટર હર્ષિત રાણપરા (રાજકોટ), ડો. પ્રશાંત અગ્રવાલ (રાજસ્થાન) દ્વારા હેર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન પ્રેક્ટીકલી કરીને ડોકટરોને જરૂરી માહિતી પૂરી પાડી હતી. અંદાજીત એક લાખ જેટલા ખર્ચમાં થતી હેર ટ્રાન્સપ્લાન્ટના આજે ચાર દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. વર્કશોપને સફળ બનાવવા આયોજક ડો. જયેશભાઈ સનારિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat