બગથળા ગામમાં ૨૧ પશુઓને રસીકરણ, જાણો શા માટે ?

મોરબી તાલુકાના બગથળા ગામમાં થોડા દિવસોથી બૃસેલા નામના રોગે આતંક મચાવ્યો છે. દૂધ પીવાથી થતા રોગને પગલે અનેક ગ્રામજનોમાં બીમારીના લક્ષણ દેખાતા તંત્રમાં દોડધામ મચી હતી જેના પગલે તાજેતરમાં ગામના ૨૧ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે.

મોરબીના બગથળા ગામમાં આવેલા પશુ ચિકિત્સા કેન્દ્ર દ્વારા બૃસેલા નામના રોગને વકરતો અટકાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. છેલ્લા પખવાડિયામાં બૃસેલા નામના રોગના લક્ષણો અનેક ગ્રામજનોમાં દેખાયા હતા જે બીમારીને ફેલાતી અટકાવવા માટે તાકીદના કદમ ઉઠાવવામાં આવી રહયા છે જેમાં ગામમાં આવેલા ૨૧ જેટલી પાડી અને વાછરડીને કાયવૂડ વેક્સીન રસીકરણ કરવામાં આવ્યું હતું. પશુ ચિકિત્સકના જણાવ્યા અનુસાર બૃસેલા અથવા તો બૃસેલોસીસ નામનો રોગ પશુના દૂધ પીવાથી થાય છે જેમાં ભેંસ જેવા પશુઓને નાની ઉમરમાં આ રસીકરણ કરવામાં ના આવ્યું હોવાથી રોગ થતો હોય છે જેથી હાલ બગથળા ગામમાં રહેલા પાડી અને વાછરડી જેવા પશુઓને નાની ઉમરમાં જ રસીકરણ કરવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં તેના દૂધ પીવાથી આવા રોગ ના ફેલાય. તેમ પશુ ચિકિત્સા કેન્દ્રના અધિકારી એન.જે.વડનગરાએ જણાવ્યું હતું

 

 

Comments
Loading...
WhatsApp chat