મોરબી-માળીયાના ખેડૂતોની આજે રેલી, જાણો શું છે માંગણી ?

મોરબી-માળિયા (મી.) ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આજે તા. ૧૨ ને સોમવારે સવારે ૯ કલાકે પીપળીયા ચાર રસ્તાથી રેલી શરુ કરવામાં આવશે જે રેલીમાં ટ્રેકટરમાં બેસીને ખેડૂતો પીપળીયા ચાર રસ્તા રેલ્વે ફાટકથી મોરબી બાયપાસ, ભક્તિનગર સર્કલ, નવા બસ સ્ટેન્ડ સહિતના મુખ્યમાર્ગો પર ફરીને જીલ્લા કલેકટર કચેરીએ પૂર્ણ થશે જ્યાં જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવશે. મોરબી અને માળિયા તાલુકાના ૪૦ ગામોના ખેડૂતોને સૌની યોજના દ્વારા સિંચાઈનમી સગવડની માંગ સાથે આજે વિશાલ રેલી યોજવામાં આવનાર છે.

 

 

Comments
Loading...
WhatsApp chat