Billboard ad 1150*250

ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર માટે ક્રાંતિકારી સેનાનું અભિયાન

0 535

મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા નાગરિકોને જાગૃત કરવા તેમજ ચીનના માલનો બહિષ્કાર કરીને ચીનને આર્થિક મોરચે હરાવવા નાગરિકોને સૈનિકની ભૂમિકામાં લઇ જવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મોરબીમાં ૨૦ યુવાનોની ક્રાંતિકારી સેના દ્વારા ૧૫ ઓગસ્ટથી ચાઇનીઝ બહિષ્કાર અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર ઉપરાંત યુવાનો ગ્રામ્ય પંથકમાં હોડીંગ અને બેનર લગાવીને ચીની સામાનનો બહિષ્કાર કરવાની અપીલ નાગરિકોને કરી રહ્યા છે. ચીનના સામાનનો બહિષ્કાર કરીને દેશનો દરેક નાગરિક ચીનને હરાવી સકે છે તેમજ દેશના અર્થતંત્રને મજબુત બનાવવા માટે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટનો આગ્રહ રાખવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. તો ચીની સામાનના બહિષ્કારનું અભિયાન સતત આગળ વધારવાની નેમ પણ યુવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat