કેન્દ્રીય બજેટ અંગે મોરબી સિરામિક, પેપરમિલ, પોલીપેક અને ઘડિયાળ એસો.ના અગ્રણીઓએ શું કહ્યું ?

 

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રીય બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં મધ્યમ વર્ગને રાહત આપતા ૧૨ લાખ સુધીની આવક મર્યાદામાં છૂટ આપવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઓદ્યોગિક નગરી મોરબીને બજેટમાં શું મળ્યું ? શું ઉદ્યોગોનો માંગ સંતોષાઈ છે ખરી તેમજ ઉદ્યોગને વેગ મળે તેવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે કે કેમ તે અંગે સિરામિક, પેપરમિલ, પોલી પેક અને ઘડિયાળ ઉદ્યોગના એસો અગ્રણીઓ સાથે ખાસ વાતચીત કરી તેમની પ્રતિક્રિયા લીધી હતી જેમાં એકંદરે બજેટને ઉદ્યોગકારો સારું ગણાવી રહ્યા છે છતાં મોરબીના ઉદ્યોગને સીધો ફાયદો ના હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે

 

સિરામિક ઉદ્યોગને ડાયરેક્ટ નહિ છતાં ઇન ડાયરેક્ટ ફાયદો થશે : સિરામિક એસો પ્રમુખ

સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગની ગેસને જીએસટીમાં સમાવવા તેમજ MSME એમ બે મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી તે પૂર્ણ કરવામાં આવી નથી જોકે સરકારે 12 લાખ સુધી આવક મર્યાદામાં છૂટ આપી છે જેનાથી મધ્યમ વર્ગની ખરીદ શક્તિમાં વધારો થતા સિરામિક ઉદ્યોગને ઇનડાયરેક્ટ ફાયદો થશે તેમજ સિરામિક એસોના પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ જણાવ્યું હતું કે બજેટમાં 12 લાખ સુધીની આવક મર્યાદામાં છૂટ મળતા ફાયદો થશે ઉદ્યોગ સાથે સંકળાયેલા ડાયરેક્ટર અને અન્ય કામદારોની વાર્ષિક આવક 12 લાખ અંદર થતી હોવાથી ફાયદો થશે તેમજ પીએમ આવાસ યોજનામાં સારું બજેટ ફાળવતા ટાઈલ્સ સહિતની પ્રોડક્ટની ડીમાંડ વધશે જેથી ઉદ્યોગને ઇન ડાયરેક્ટ ફાયદો થશે

 

ઘડિયાળ ઉદ્યોગ માટે હમેશની જેમ નો પ્રોફિટ નો લોસ : પૂર્વ પ્રમુખ

મોરબી કલોક એસો પૂર્વ પ્રમુખ શશાંકભાઈ દંગીએ બજેટમાં ઉદ્યોગને ક્યાય કોઈ રાહત કે પ્રોત્સાહન આપવામાં આવ્યું ના હોવાનું જણાવ્યું હતું હમેશની જેમ આ બજેટ પણ નો પ્રોફિટ નો લોસ સમાન રહ્યું છે જોકે આઈટી રીટર્ન ફાઈલમાં આવક મર્યાદામાં 12 લાખ સુધીની કરતા ખરીદ શક્તિમાં વધારો થતા મધ્યમવર્ગીય પરિવારો વધુ ખર્ચ કરશે જેથી ઘડિયાળ અને ગીફ્ટ ઉદ્યોગને ભવિષ્યમાં ફાયદો મળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

 

કેન્દ્ર સરકારનું બજેટ એકંદરે સારું : મોરબી પેપરમિલ એસો પ્રમુખ

બજેટ અંગે મોરબી પેપરમિલ એસો પ્રમુખ શૈલેષભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે પેપરમિલ માટે ખાસ કાઈ ફાયદાકારક જાહેરાત કરવામાં આવી નથી વેસ્ટ પેપર પર ઈમ્પોર્ટ ડ્યુટી તેમજ કેટલીક પ્રોડક્ટ જેની ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવા કરેલી માંગણીઓ સંતોષવામાં આવી નથી જેથી પેપરમિલ માટે નહિ નફો નહિ નુકશાન સમાન બજેટ રહ્યું છે અને એકંદરે બજેટને સારું ગણાવ્યું હતું

 

પોલીપેક ઉદ્યોગ માટે થોડા દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થશે : પ્રમુખ

સૌરાષ્ટ્ર પોલીપેક એસો પ્રમુખ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે બજેટ રજુ કરાયું છે સારું છે ઇન્કમ ટેક્ષ મર્યાદા વધારી તે ખુબ સારી પહેલ છે પોલીપેક ઉદ્યોગ માટે એક્સપોર્ટ બેનીફીટ અંગે રજૂઆત કરેલ છે જે અંગે આગામી થોડા દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થશે હાલ ડોલરનો રેટ ખુબ વધી જતા ઉદ્યોગને થોડું સહન કરવું પડે છે ડોલર રેટ કાબુમાં રહે તો ઉદ્યોગને ફાયદો થશે ઓવરઓલ બજેટને સારું ગણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.