બોર્ડની પરીક્ષામાં ચિંતા અને ભય અનુભવતા વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાન ભવનની ખાસ મુહિમ

 

હમણાં થોડા સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે, આ પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ ચિંતા, ભય અને સ્ટ્રેસ અનુભવતા હોય છે ત્યારે વાલીઓ તેમને કઈ રીતે ધ્યાન રાખે તે અંગે મનોવિજ્ઞાન ભવન માર્ગદર્શન આપશે તેમજ તેઓના વર્તનમાં ફેરફાર થાય  તો ભવનનો સંપર્ક વાલીઓ તત્કાળ કરે જેથી તેઓની સમસ્યાઓનું સમાધાન કરી શકાય… પ્રોફેસર યોગેશ જોગસણ અને અધ્યાપક ધારા દોશી. બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓમાં જાગૃતિ માટે મનોવિજ્ઞાન ભવન મુહિમ ચલાવશે

મનોવિજ્ઞાન ભવનમાં વાલીઓને સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ માર્ગદર્શન આપવામાં આવશે

મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ અભિયાન માટે શહેરના વિવિધ ચોકમાં પોસ્ટર પ્રદર્શન કરવામાં આવશે

વર્તમાન સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં વિદ્યાર્થીઓને લઈને અનેક સમસ્યાઓ આવી રહી છે. જેમાં જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓમાં દિવસેને દિવસે ચિંતા, મનોભાર, ડિપ્રેસન જેવી અનેક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને આ બધી સમસ્યાઓ પરીક્ષા સબંધિત છે. પરીક્ષા સમયે વાંચેલું યાદ ન રહેવું, કાઈ આવડતું નથી એવો ભાવ, વાંચનમા મન ન લાગવું, ફેમીલી પ્રેસર, અભ્યાસ છોડી દેવાનું મન થવું, જીવન ટુકાવી નાખવાના વિચારો, પોતાની સમસ્યાઓની અન્યો પાસે અભિવ્યક્ત કરવામાં ખામી, અસફળતાનો ભય, પેપર પૂરું થશે નહિ જેવી અનેક સમસ્યાઓ તે અનુભવતો હોય છે.

આ માટે ખાસ વાલીઓને મનોવિજ્ઞાન ભવન દ્વારા મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા જરૂરી મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેમને મદદ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.