મોરબી સિરામિક એસોના આગેવાનોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને ઉદ્યોગના પ્રશ્નો અંગે ચર્ચા કરી




ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા સાથે મોરબી સિરામિક એસોના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા, હરેશભાઇ બોપલિયા અને પુર્વ પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સીએમ હાઉસ ખાતે રુબરુ મળ્યા હતા. જેમા સિરામિક ઉધોગના વિવિધ પ્રશ્નોની વિગતે રજુઆત કરી હતી.
જેમાં બાંધકામમાં ઉંચા જંત્રીના દરોને કારણે જુના યુનિટો લે વેચમાં તકલીફ ઉભી થવા બાબતે રજૂઆત કરી હતી જે પ્રશ્ન અંગે મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવીને તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં પગલા ભરવા આશ્વાસન આપ્યું હતું હાલ સિરામિક ક્લસ્ટરમાં ટોટલ ૫૫ ઇન્ટરનલ રોડ રસ્તા બની ગયા છે. જે ૪૦૦ કરોડના ખર્ચે અને આશરે ૯૦ કિમીને સારી ગુણવત્તા અને ટકાઉ સીસી રોડ થયા છે.
જે બાબતે રોડ સલગ્ન અધિકારીઓને એસોસિએશન દ્રારા બિરદાવ્યા હતા અને બાકી રહેતા ૧૫૩ સીસી રોડ રસ્તાની વહેલી તકે મંજુરી મળી જાય તે બાબતે રજુઆત કરી હતી. જે અંગે મુખ્યમંત્રીએ આ ફાઈલને તાતકાલીક વર્ક ઓર્ડર આપી દેશે તેવો અભિગમ દાખવ્યો હતો