મોરબી શહેરમાં હોળીના પર્વે સ્ટોલ માટે અરજી કરી મંજુરી મેળવી લેવા સુચના

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા હોળીના તહેવાર નિમિતે મોરબી શહેરમાં તહેવારની ખરીદી વેચાણને સુગમ બનાવવા નિર્ધારિત સ્થળોએ સ્ટોલ મુકવાની મંજુરી આપવામાં આવશે

 

સ્ટોલ માટે મંજુરી મેળવવા મહાનગરપાલિકા કચેરીમાં લેખિત અરજી કરવાની રહેશે અરજી સાથે અરજદારનું ઓળખપત્ર તેમજ વ્યવસાય સંબંધિત જરૂરી લાયસન્સ (જો જરૂરી હોય તો) આપવાના રહેશે અને અરજીની તપાસણી બાદ મંજુરી આપવામાં આવશે મંજુર થયેલ અરજી માટે નક્કી કરેલ ફી ભરી રસીદ મેળવી તેમજ મંજુરીની નકલ જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે આગામી તા. ૦૨ માર્ચ સુધી અરજી સ્વીકારવામાં આવશે

Leave A Reply

Your email address will not be published.