મોરબી : ૬૫ વર્ષીય વૃદ્ધનો આપઘાત, છાતીમાં દુખાવો ઉપડતા પૌઢનું મોત

 

મોરબીના જમુના એપાર્ટમેન્ટમાં ૬૫ વર્ષીય વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

રવાપર રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

મોરબીના રવાપર રોડ નરસંગ સોસાયટીમાં ૫૦૧, જમુના એપાર્ટમેન્ટમાં રહેતા અનિલભાઈ વેલજીભાઈ વિડજા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

 

મોરબીના નાની કેનાલ રોડ પર છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પૌઢનું મોત

નાની કેનાલ રોડ કન્યા છાત્રાલય રોડ પર ૫૬ વર્ષીય પૌઢને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

મોરબીના શક્તિનગર સોસાયટી અવધ પેલેસ પાસે રહેતા ગોસ્વામી સુરેશભાઈ ભગવાનજીભાઈ (ઉ.વ.૫૬) નામના પૌઢને પોતાના ઘરે છાતીમાં દુખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.