મોરબી શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનો ૧૧ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

 

શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ, મોરબી દ્વારા તા. ૨૩ ઓગસ્ટને રવિવારે બપોરે ૩ કલાકે શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ, સદભાવના હોલ, કારીયા સોસાયટી, વાવડી રોડ મોરબી ખાતે જ્ઞાતિનો ૧૧ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે જેમાં સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશે

 

તે ઉપરાંત ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સરકારી નોકરી મેળવેલ યુવાનોને જ્ઞાતિરત્ન તરીકે સન્માનિત કરવામાં આવશે સાથે જ શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ તરફથી ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, ધોરણ ૯ થી ૧૨ માં ક્રમાંક ૧-૨-૩ ને સ્કૂલ બેગ આપવામાં આવશે અને કોલેજના વિદ્યાર્થીઓને લેપટોપ બેગ આપવામાં આવશે અને ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને ૫ નંગ ફૂલ સ્કેપ ચોપડા આપવામાં આવશે

Leave A Reply

Your email address will not be published.